(એ.આર.એલ),અમરેલી,તા.૨૬
થોડા સમય અગાઉ રાજુલા પંથકમાં પ્રેમ પ્રકરણમાં એક યુવાનની ઘટના સામે આવી હતી. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રાજુલાના બારપટોળી ગામે પ્રેમિકાએ તેના પ્રેમીને મળવા બોલાવ્યો હતો. ત્યારે પ્રેમિકા યુવતીના ઇશારે તેની સાથે આવેલા શખ્સોએ પ્રેમી અને તેના મિત્રને ઢોરમાર મારવાનું શરુ કરી દીધું હતું. ત્યારે પ્રેમી ઘટના સ્થળેથી નાસી ગયો હતો જ્યારે પ્રેમી યુવકના મિત્રને ઢોર માર મારતા તેનું મોત થયું હતું.
પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યાઃ મૃતકના પિતાની ફરિયાદ પર પોલીસે ફરિયાદ લઇને આરોપીઓ સામે કાર્યવાહી શરુ કરી હતી. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આવેલા બારપટોળી ગામે પ્રેમિકા યુવતીએ યુવકને મળવા બોલાવ્યો હતો. ત્યારે યુવતીના ઇશારે તેના સગાઓએ હુમલો કરી દીધો હતો, જેમાં યુવકનું મોત થયું હતું. આ યુવકની હત્યા થયાનું જાણવા મળતા ચકચાર મચી જવા પામી હતી.
યુવાનનું સારવાર દરમિયાન મોતઃ મૃતકના પિતાની પોલીસ ફરિયાદ પર આરોપી યુવતી સહિત ૭ આરોપીઓ સામે પોલીસે ધરપકડ કરી હતી. જેમાં ૧ આરોપીની શોધખોળ ચાલું છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી તેમાં સમગ્ર વિગતો બહાર આવી હતી જેમાં પ્રેમી યુવક નાગભાઇ વણઝરને ગામની એક યુવતી એકતાબેન હમીરભાઇ લાખણોત્રા સાથે પ્રેમસંબંધ હોવાથી પ્રેમિકા અને તેના સગા સંબંધીઓ કનુ બાબુભાઇ લાખણોત્રા, નાગ વાસુરભાઇ વાઘ અને ૫ આરોપીઓેએ કાવતરુ રચીને પ્રેમી યુવક અને તેના મિત્ર યુવક પર હુમલો કર્યાનો આરોપ છે. હુમલો થતા પ્રેમી યુવક ભાગી ગયો અને તેના મિત્રને ઢોર માર મારતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસે આરોપીઓને ઝડપીને કાર્યવાહીઃ ઘાયલ યુવાનને મહુવા સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાર બાદ ભાવનગર હોસ્પટલ ખાતે ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે આરોપી યુવતી સહિત ૫ આરોપીઓની ધરપકડ કરી કરી હતી. આ અંગે સાવરકુંડલા ડીવાયએસપી અશોક સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ૭ આરોપીઓ સામે ગુન્હો નોંધીને પોલીસે ૬ આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ સામે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.