અમરેલીમાં પ્રેમસંબંધનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. એક યુવક તેની પત્નીને પ્રેમી સાથે એક રૂમમાં જોઈ ગયો હતો. જેમાં કોન્ટ્રાક્ટર યુવકનું માથું દીવાલ સાથે અથડાવીને ઘુસતા મારવામાં આવ્યા હતા. તેમજ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે જેશીંગપરા શેરી નં.૫માં રહેતા ધર્મેશભાઇ ઘેલાભાઇ ખોયાણી (ઉ.વ.૩૮)એ રાજુભાઇ સોલંકી તથા વસંતબહેન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને તથા રાજુભાઈ સોલંકીના પત્નીને પ્રેમસંબંધ હતો. રાજુભાઈ તેમને તથા તેના પત્નીને એક રૂમમાં જોતા તેમને પ્રેમસંબંધની જાણ થઇ ગઈ હતી. જેથી તેમનું માથું રૂમની દીવાલે ભટકાવી પેટમાં જમણી બાજુ ઘુસતો મારી ઇજા કરી હતી. તેમજ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એ. પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.