અમરેલીની ફતેપુરમાં રહેતા એક યુવકે પ્રેમલગ્ન કર્યા હતા. જેને લઈ બે કુટુંબો વચ્ચે તકરાર ચાલતી હતી. જેને લઈ યુવકને ઠોકર મારી, ગાળો આપી ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા. બનાવ અંગે ફતેપુરમાં રહેતા અને વીડિયોગ્રાફી કરતાં રસિકભાઈ છગનભાઈ રાઠોડ (ઉ.વ.૪૪)એ અમરેલીની વેલનાથ સોસાયટીમાં રહેતા કેતનભાઈ બાવચંદભાઈ ડુબાણીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પુત્રીએ સામાવાળા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારથી બંને પરિવાર સાથે તકરાર ચાલતી હતી. જેની અદાવત રાખી તેમને મોટર સાયકલની ઠોકર મારી, ગાળો આપી, ઢીકાપાટુ વડે છાતી, મોઢા તથા પગના ભાગે મુંઢ ઈજા પહોંચાડી હતી. જે બાદ કેતનભાઈ બાવચંદભાઈ ડુબાણીયા (ઉ.વ.૨૪)ફતેપુરમાં રહેતા રસિકભાઈ છગનભાઈ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે સામાવાળાની દિકરી સાથે ત્રણેક મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારથી બંને પરિવાર વચ્ચે બોલાચાલી થતી હતી. તેની અદાવત રાખી ગાળો આપી મુંઢ માર માર્યો હતો.