કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આઠ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે અમરેલી ખાતે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલમાં જિલ્લાના પ્રભારી મંત્રી આર.સી. મકવાણાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે એમ.વી. પટેલ કન્યા વિદ્યાલયની છાત્રાઓએ સાંસ્કૃતિક નૃત્ય-ગરબા પ્રસ્તુત કર્યા હતા. કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને રેશનિંગ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.