અમરેલી જિલ્લામાં વાહન ચલાવવા માટે માસિક હપ્તો લેવામાં આવતો હોવાનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
વાયરલ વિડીયોમાં પોલીસ ચોકીની અંદર જ વાહન ચાલક અને કર્મચારી વચ્ચે વાર્તાલાપ થતો જોવા મળે છે. જેમાં વાહન ચાલક રૂ.૩૦૦ ની લાંચ આપીને એક મહિના સુધી ‘બે રોક ટોક’ વાહન ચલાવવાની મંજૂરી મેળવતો અને નાણાં આપતો સ્પષ્ટ દ્રશ્યમાન થાય છે. પોલીસ મથકમાં ખુલ્લેઆમ ચાલી રહેલા આ વસૂલીના ખેલથી ખાખી વર્ધી શર્મસાર થઈ છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.