અમરેલીમાં વિવિધ ગુનામાં પકડાયેલા વાહનો પોલીસ એક જગ્યાએ રાખે છે, જ્યાં દંડ ફરીને વાહન માલિકો છોડાવી શકે તેવી વ્યવસ્થા હોય છે. અમરેલી એલસીબી ઓફિસ સામેથી એક શખ્સ ગુનામાં પકડાયેલું ડમ્પર ચાવી વગર ચોરીને લઈ ગયો હતો. આ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતાં વાલેરભાઈ સાવજભાઈ વણજરે વાકિયામાં રહેતા મહિપતભાઈ દિલુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આ શખ્સ અમરેલી એલસીબીની કચેરી સામે રાખેલું ડમ્પર પોલીસ કસ્ટડીમાં હોવાનું જાણવા છતાં સંમતિ વગર લઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર ડી.બી.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.