ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની “પીએમ ધન ધાન્ય અને કઠોળ મિશન” યોજનાનો શનિવારથી પ્રારંભ થયો હતો. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ દેશના કૃષિ વિકાસને નવી દિશા આપવાનો તથા ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મિનાક્ષી કે. બારીયાનાં માર્ગદર્શનમાં
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ સવારે ૧૦ઃ૦૦ કલાકે આયોજિત કરવામાં આવ્યું હતું. આ યોજના ભારતના કૃષિ ક્ષેત્રને આધુનિક, ટકાઉ અને આવકલક્ષી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે જે ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના આશરે ૧૦૯ ભાઈઓ તથા ૨૩૫ બહેનો જોડાયા હતા.