અમરલીમાં રહેતી એક પરપ્રાંતીય સગીરાની તેના પિતાના મિત્રના પુત્રએ જ જાતિય સતામણી કરી હતી. બનાવ સંદર્ભે સગીરાએ અમરેલીમાં રહેતા વિકી ભનુભાઈ વારવડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેના પિતાના મિત્રનો દીકરો થતો હોવાથી અવારનવાર ઘરે આવતો હતો. પારિવારિક સંબંધોનો ગેરલાભ લઈ છેલ્લા ૧૫ દિવસથી તેની સાથે મિત્રતા કેળવી હતી. જે બાદ શરીરે હાથ ફેરવી, કિસ તથા રોમાંસ કરીને ફરવા લઈ જવાના બહાને પિતાના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈને જાતિય સતામણી કરી હતી. જેથી તે રડવા લાગતાં તેને રડીશ કે બુમો પાડીશ તો મારવાની તથા છોડીને જતા રહેવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે. વાઘેલા બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.