અમરેલીના કેરાળા ગામે પારિવારિક ઝઘડાને કારણે એક પરિણીતાએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, પરિણીતાને તેની સાસુ સાથે કોઈ વાતને લઈને માથાકૂટ થઈ હતી. આ બાબતનું તેને માઠું લાગી આવતા, તેણે ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડીઓ પી લીધી હતી. બનાવ સંદર્ભે વિજયભાઈ ખોડાભાઈ રંગપરા (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, નયનાબેન વિજયભાઈ રંગપરા (ઉ.વ.૩૬)ને તેની સાસુ સાથે કોઈ વાતે માથાકૂટ થતાં ઘઉંમાં નાખવાના ટીકડા પી લીધા હતા. ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નિપજ્યું હતું.
પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. ડી. જોષી વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.







































