અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા એડિશનલ કલેકટરને રજૂઆત કરાઈ હતી કે અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચાલુ હોય ત્યારે હાલમાં અમરેલી શહેરના રહેણાંક વિસ્તારો પર સતત પ્લેનની ઉડાન ચાલુ હોય ત્યારે પ્લેન બિલકુલ મકાનની ઉપર જતા હોય છે તેમાં લોકોને ખૂબ જ ભય લાગી રહ્યો છે અને પક્ષીઓ પણ ઉડતા હોય છે અને અમરેલીમાંથી પક્ષીઓ દૂર જતા રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા વિકાસ સમિતિના સભ્યોએ અમરેલી અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ કે આ પ્લેનનો રૂટ બદલી અને જ્યાં રહેણાંક વિસ્તારો ન હોય ત્યાં ટ્રેનિંગ માટેના વિમાન ઉડાડવામાં આવે તેવી અમરેલી જિલ્લા વિકાસ સમિતિના સભ્યો રાજુભાઈ ગાંધી, દિપકભાઈ મહેતા, યોગેશભાઈ કોટેચા, દિલશાદભાઈ શેખ, અજયભાઇ અગ્રાવત, જાવેદખાન પઠાણ વગેરેએ રજૂઆત કરી હતી.