અમરેલી શહેરમાં પાણીને લઈ બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. આ અંગે દિપકભાઇ હરીભાઇ મકવાણા (ઉ.વ ૨૬)એ રામજીભાઇ મનજીભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ દિપકભાઈ તેમના ઘરે હતા ત્યારે આરોપીએ આવીને તું નગર પાઇપલાઇનમાંથી શું કામ મોટરથી પાણી વાપરે છે તેમ કહેતા તેમણે એમાં તારે શું કામ છે તેમ કહ્યું હતું. જેથી ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી અને ફળીયામાં પડેલ ડોલ લઇ માથામાં મારી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ જે.કે.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.