અમરેલીમાં કમાણી ફોરવર્ડ હાઇસ્કૂલ ખાતે મોડેલ મતદાન મથક ઉભુ કરાયુ હતું. અહી પર્યાવરણ બચાવોની થીમ ઉભી કરાઇ હતી. આ ઉપરાંત લાઠીમાં પણ મહિલા સ્ટાફ સંચાલિત મતદાન મથકો તૈયાર કરાયા હતા. અહી ભાતીગળ
સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. મહિલા સ્ટાફ સંચાલિત સખી મતદાન મથક ઉભુ કરાયુ હતું. આદર્શ મતદાન મથકની સુવિધાઓએ મતદારોને આકર્ષ્યા હતા.