અમરેલી શહેરમાં એક પરિણીતાને તેનો પતિ પિયર મુકી ગયો હતો. જે બાદ સસરા તથા જેઠે ફોન કરીને અમારે તને જોઈતી નથી તેમ કહેતા લાગી આવ્યું હતું અને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે યુવતીના પિતા દિનેશભાઈ કેશુભાઈ કાલાણી (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમની દિકરી નિશાને તેનો પતિ માવતરે મૂકી ગયો હતો અને બાદમાં ફોન કરતાં તે ફોન ઉપાડતો નહોતો. તેમજ સસરા અને જેઠે ફોનમાં અમારે તને જોઈતી નથી તેમ કહેતાં લાગી આવ્યું હતું અને પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં મરણ પામી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યુવરાજભાઈ અનકભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.