અમરેલીમાં એક પરિણીતાને તને ઘરકામ આવડતું નથી તેમ કહી પતિએ ઢીકાપાટુંનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ચંપાબેન ધીરુભાઈ જાદવ (ઉ.વ. ૩૦)એ પતિ અનિલભાઈ શંભુભાઈ ચૌહાણ, સાસુ ગીતાબેન, દિયર અજયભાઈ અને દેરાણી અસ્મિતાબેન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, લગ્ન સમયગાળા દરમિયાન સાસરિયાઓએ કરિયાવર બાબતે માનસિક-શારીરિક ત્રાસ આપી, ગાળો બોલી મૂઢ માર માર્યો હતો. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.આર. સરવૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.