અમરેલીમાં એક પરિણીતાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. આ બનાવ સંદર્ભે ધારીમાં રહેતાં નાઝમીનબેન ફૈઝલ રઈશ (ઉ.વ. ૨૪)એ અમરેલીમાં રહેતા પતિ ફૈઝલ ઇસાભાઇ રઇશ, સાસુ ઝરીનાબેન ઇસાભાઇ રઇશ, સસરા ઇસાભાઇ મુરાદભાઇ રઇશ તથા જેઠ/દિયર અયુબભાઇ ઇસાભાઇ રઇશ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પતિ સહિતના સાસરિયાઓએ અમરેલી મુકામે પરિણીતાને ગાળો આપી માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો. આ અંગે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જેવાળા વધુ તપાસ કરી રહ્યા છે.