અમરેલીમાં રહેતી એક પરિણીતાએ શરદીની દવાની બોટલ સમજી ફિનાઇલની બોટલમાંથી ઘૂંટડા ભરી લેતા સારવાર માટે ખસેડાઈ હતી. આ અંગે પરિણીતાએ જાહેર કર્યા મુજબ તેને વારંવાર શરદી થઈ જતી હતી. શરદીની દવાની બોટલની બાજુમાં ફિનાઈલની બોટલ પડી હતી. જેથી શરદીની દવાની બોટલ સમજી ભૂલથી ફિનાઈલ પી લીધું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ વિરાભાઈ વધુ તપાસ કરી
રહ્યા છે.