અમરેલી શહેરમાં એક પરિણીતા તેના માતા-પિતાના ઘરે આવી હતી. શેરીમાં કેટલાક ઈસમો ગાળો બોલતા હોવાથી તેણે ગાળો બોલવાની ના પાડતાં તેના ઘરમાં પ્રવેશ કરીને પેટમાં કોણી તથા પાટુ મારવામાં આવ્યું હતું. બનાવ અંગે નિકિતાબેન કેતનભાઈ ચાવડા (ઉ.વ.૨૪)એ ધર્મેશભાઇ ઉર્ફ જોગીંદર પ્રકાશભાઇ વાળોદરા (ઉ.વ.૩૨), ખૂશ્બુબેન તથા લક્ષ્મીબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેના માતા- પિતાના ઘરે હતા ત્યારે બજારમાં આરોપી ધર્મેશભાઈ ગાળો બોલતા હતા. તેમણે ગાળો બોલવાની ના પાડતા આરોપીએ તેના ઘરે અપ્રવેશ કરીને માર માર્યો હતો. ઉપરાંત તેમણે પહેરેલું ટીશર્ટ પકડી અને ખેંચી હતી તથા પેટમાં કોણી મારી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પ્રો.પી.એસ.આઈ આર.ડી. કુવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































