અમરેલીમાં લાઠી રોડ પર આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ રાજકોટમાં રહેતા પતિ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેના પતિ પાસે ઘરખર્ચના પૈસા માંગતા ગાળો બોલી, ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત અવારનવાર મેણા ટોણા મારી દુઃખ ત્રાસ આપતો હતો તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી.અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કૃપાબેન રમેશભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.