અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક પરિણીતાને તેના પતિએ વાળ ખેંચીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે ગોળીબારના ટેકરા પાસે આવેલી ગીરીરાજ કોઓપરેટિવ સોસાયટીમાં રહેતી કેતકીબેન નિતેશભાઇ રાઠોડ (ઉ.વ. ૪૫)એ પતિ નિતેશભાઇ પ્રણજીભાઇ રાઠોડ તથા બિંદુબેન વેલીયત સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પતિ તેમને શારીરીક, માનસીક દુઃખ ત્રાસ આપતા હતા. તેઓ પોતાના ઘરે વાસણ સાફ કરતા હતા. તેમના પતિને બિંદુબેન વેલીયત સાથે અફેર હતું. જે બાબતે તેમને જાણ થતા તે તેના પતિને રોકટોક કરતા હતા. જેથી પતિએ બિંદુબેન વાલીયાને પોતાના ઘરે બોલાવી હતી. બન્નેએ તેના ચારીત્ર્ય ઉપર શંકા કરી જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ જમણા હાથની પહેલી આંગળી તથા જમણા ગાલે નખોરીયા માર્યા હતા અને વાળ ખેંચી ગળાટુપ આપી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના પી આઈ જે.આર.સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.