અમરેલી ખાતે આશાબહેનોએ વિવિધ માંગણી સંદર્ભે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી સુત્રોચ્ચાર કર્યા હતા. અમરેલી જિલ્લાની આશાબહેનોને કામના કલાકો નક્કી હોતા નથી તેમજ યોગ્ય વળતર પણ મળતુ નથી.જેના કારણે આશાબહેનોએ રોષભેર કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.આશાબહેનોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, આશાબહેનોને ર૪ દિવસના બદલે ૩૦ દિવસની કામગીરી કરવામાં આવે છે તેમજ આકસ્મિક મૃત્યુ થાય તો પરિવારને નોકરી તેમજ રૂ.૧૦ લાખ આપવામાં આવે અને સેવા નિવૃતિ બાદ રૂ.૧૦ લાખ ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.