અમરેલીમાં ૭૧ વર્ષીય પિતાનું અવાસન થતાં પુત્રએ ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો છે. ચલાલાના વતની અને અમરેલીમાં રહેતા નૂતન હાઈસ્કૂલના નિવૃત શિક્ષક સારસ્વત તરૂણકાંત ગુલાબચંદ માંડલિયાનું ૭૧ વર્ષની વયે ૧લી મેના રોજ અવસાન થયું હતું. તેમના અવસાન બાદ તેના પુત્ર હિતેશ માંડલિયા દ્વારા ચક્ષુદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ માટે તેમણે ડા. એસ.આર. દવેનાં માધ્યમથી ચક્ષુદાન ક્ષેત્રે સેવારત સંસ્થા સંવેદન ગૃપના સંયોજક વિપુલ ભટ્ટીનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવ્યું હતું. આ નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના ટ્રસ્ટી દિપક મહેતા તથા ધર્મેન્દ્ર લલાડિયા સાથે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચનાં સેક્રેટરી મેહુલ વ્યાસે સેવા આપી હતી. માંડલિયા પરિવારે કરેલ યોગ્ય નિર્ણય બે અંધજનોના જીવનમાં રોશની લાવશે. તેમજ
મૃત્યુ બાદ નેત્રદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્‌યું છે તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.