અમરેલી શહેરમાં આવેલ જ્વેલરીના પ્રખ્યાત શો રૂમ એવા નિલકંઠ જ્વેલર્સ ખાતે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. આજે તા.૧પના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે માણેકપરા, અમરેલી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, નિલકંઠ જ્વેલર્સ દ્વારા દર વર્ષે લોકોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય તે માટે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં તમામ રાષ્ટ્રપ્રેમીઓને હાજર રહેવા નિલકંઠ જ્વેલર્સવાળા કેતનભાઈ ધોળકીયા, પ્રકાશભાઈ ધોળકીયા, ધ્રૃવિતભાઈ અને કંદર્પભાઈએ અનુરોધ કર્યો છે.