અમરેલીમાં રહેતો એક યુવક પાનની દુકાને બેસવા ગયો ત્યારે તેના નાઇટ પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ પડી ગયો હતો. બનાવ અંગે ફિરોજભાઈ ગફારભાઈ કાજી (ઉ.વ.૪૩)એ જાહેર કર્યા મુજબ, બે દિવસ પહેલા તેઓ તેના ઘર પાસે આવેલી પાનની દુકાને બેસવા ગયા ત્યારે નાઇટ પેન્ટના ખિસ્સામાંથી ૧૪,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન પડી ગયો હતો. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એનવી લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.