અમરેલી-સાવરકુંડલા બાયપાસ પર નાસ્તાના પડીકા બાબતે મારામારીની ઘટના બની છે. નવા માર્કેટિંગ યાર્ડ પાસે પંચરની દુકાન ધરાવનારના સંબંધી નાસ્તો લેવા ગયા હતા, જ્યાં પડીકું લેવામાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દુકાન પર બેઠેલા યુવકે ૧૦-૧૫ માણસોને બોલાવીને ગ્રાહકને માર માર્યો હતો. જ્યારે પંચરની દુકાન ચલાવનાર અને અન્ય સંબંધી બચાવવા માટે પહોંચ્યા, ત્યારે તેમને પણ લાકડીઓ અને કુહાડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં સુરેશભાઈ વાળા (ઉં. ૪૨), નિલેશભાઈ રાઠોડ (ઉં. ૨૦), લાલજીભાઈ ચૌહાણ (ઉં. ૨૯) અને ભાવેશ રાઠોડ (ઉં. ૩૫)નો સમાવેશ થાય છે. વધુ ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિને ભાવનગર રીફર કરવામાં આવ્યા છે. અમરેલી તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી છે.