અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા મોટરસાઇકલ માટે નવી GJ-14 BM 0001 થી ૯૯૯૯ નંબર સિરીઝ માટે ઈ-ઓકશન પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. ઈચ્છુક અરજદારો એક એપ્રિલ ૨૦૨૬ સાંજે ૪ વાગ્યાથી ૫ એપ્રિલ સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. બિડિંગ પ્રક્રિયા ૫ એપ્રિલ સાંજે ૪ વાગ્યાથી શરૂ થઈ ૭ એપ્રિલ સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે, જ્યારે પરિણામ પણ ૭ એપ્રિલે જાહેર કરવામાં આવશે. અરજદારે Parivahan Protal પર નોંધણી કરી યુઝર આઈડી પાસવર્ડ બનાવી પ્રક્રિયામાં જોડાવું પડશે. વાહન ખરીદી પછી ૭ દિવસમાં ફોર્મ ભરવું જરૂરી રહેશે અને ૫ દિવસમાં ચુકવણી ન થાય તો રકમ જપ્ત થઇ શકે છે. આરબીઆઈના નિયમ મુજબ ચાર્જ લાગશે. સફળ અરજદારોને એસએમએસ અથવા ઈમેલથી જાણ કરવામાં આવશે, જ્યારે નિષ્ફળ અરજદારોને નાણા પરત કરવામાં આવશે.