અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનિષભાઈ સંઘાણીના માર્ગદર્શન નીચે અખિલ ભારત સહકાર સપ્તાહનો અમર ડેરીના પટાંગણમાં ધ્વજવંદન કરી શુભારંભ કરાયો હતો. ૧૪ થી ર૦ નવેમ્બર સુધી સહકારી સપ્તાહ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ટીમ સહકાર દ્વારા કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. આ ધ્વજવંદન કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ કૌશિકભાઈ વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, અશ્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ ગોધાણી, જયંતિભાઈ પાનસુરીયા તેમજ જિલ્લાના સહકારી અગ્રણીઓ અને કર્મચારીઓ જાડાયા હતા.