અમરેલીમાં રહેતા હરેશભાઈ ભીખાભાઈ ડોબરીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના કનવટ તાલુકાના જવારલા વિજયભાઈ રમેશભાઈ પંડોર (ઉ.વ.૩૫) લીલીયા રોડ પર આવેલી વિવેક ઓઇલ ઇન્ડસ્ટ્રીયલ મીલમાં મજુર કોલોનીની બીજા માળની અગાસી ઉપર સુવા ગયા હતા. ત્યાં રાત્રીના કોઇપણ સમયે અગાસી ઉપરથી નીચે પડી જવાથી મરણ પામ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જી.બી.લાપા વધુ તપાસ કરી રહ્યા છે.