અમરેલીમાં એક પ્રૌઢે ધંધામાં પૈસા ડૂબી જવાની ચિંતામાં ઝેરી ટિકડા પીધા હતા જેના કારણે તેનુ મોત થયું હતું. બનાવ અંગે ઘનશ્યામભાઈ પોપટભાઈ કાનપરીયા (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા પોપટભાઈ મોહનભાઈ કાનપરીયાએ એટોમેક્સ કંપનીની ડિલરશીપમાં આશરે ચાલીસ લાખ રૂપિયા જેટલુ રોકાણ કર્યુ હતું અને તેનો કેસ પણ ચાલુ હોવા છતાં કોઇ નિવારણ આવતું નહોતુ. જેથી મરણજનારને એમ થયું કે પૈસા ડુબી જવાના છે. આ વાતની ચિંતા મનમાં ને મનમા ચાલ્યા કરતી હતી અને તેના આવેશમાં આવી જઇ અનાજમાં નાખવાનો ઝેરી ટીકડો ખાઇ જતા મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સચીનભાઈ મનુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.
અન્ય એક ઘટનામાં મોટા ગોખરવાળા ગામે રહેતા વિકાસભાઈ અશ્વિનભાઈ માલણીયા (ઉ.વ.૧૯)એ જાહેર કર્યા મુજબ અશ્વિનભાઈ લાલજીભાઈ માલણિયાએ અગમ્ય કારણોસર ભાગીયું રાખેલી વાડીએ ઝેરી દવા પીતાં મોત થયું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ વી.એસ.વણજર વધુ તપાસ કરી રહ્યા છે.