અમરેલીમાં એક યુવક સાથે દુકાન બહાર બેસવા મુદ્દે બબાલ કરી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ભાવસીંગ ઉર્ફે ઉકો ગુડસીંગ રાઠોડ (ઉ.વ.૨૮)એ ચાંપાથળના જયેશ બગડા તથા પાંચ-સાત અજાણ્યા માણસો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ વાળંદને ત્યાં વાળ કપાવવા માટે ગયા હતા. તેઓ દુકાન બહાર ડબ્બા પર બેઠા હતા ત્યારે જયેશ બગડા આવ્યો હતો અને ડબ્બા ઉપર બેસવા બાબતે બોલાચાલી કરી હતી. તેમને ગાળો આપી, કાંઠલો પકડી, મુંઢમાર મારી, છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રો.પી.એસ.આઈ આર.ડી.કુંવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.