અમરેલી જિલ્લામાં નજીવી બાબતમાં વાત પોલીસ મથક સુધી પહોંચી રહી છે. અમરેલી શહેરમાં દિવાલમાં ખીલી ઠોકવા મુદ્દે પડોશીઓ ઝઘડ્‌યા હતા. આ બનાવ અંગે બહારપરામાં તકવા મસ્જિદની બાજુમાં રહેતા શેખદીનમહમ્મદ નાસીરઅલી શેખ (ઉ.વ.૬૫)એ તેના પડોશી જીવાભાઈ સામે પોલીસ ફરિયાદ કરી હતી. જે મુજબ તેમના પડોશી ઘરની દિવાલ પર રાત્રે બારેક વાગ્યે ખીલી ઠોકતા હતા. જેથી તેમણે અમને સુવામાં તકલીફ પડે છે તેમ કહેતા સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેઓ બંને પગ અપંગ હોવાથી લાકડીના સહારે ચાલતા હતા. જેથી તેમની પાસે રહેલી લાકડી આંચકી લઈને તેમને મુંઢ માર માર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બહાદુરભાઈ દાનાભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.