અમરેલી શહેરમાં દિકરીના લગ્ન મુદ્દે મહિલા પર હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ અંગે ગુલાબબેન મધુભાઇ વાઘેલા (ઉ.વ.૪૦)એ દેવાભાઇ રૂડાભાઇ પરમાર, માસાભાઇ રૂડાભાઇ પરમાર તથા વિજય રૂડાભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના દિયરની દિકરીના લગ્નની વાતચીત બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. તેનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમના દિયર સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. ઉપરાંત કુહાડીવતી માથામાં માર્યો હતો તથા લાકડી વડે ડાબા હાથે તથા પગે મારી ફેક્ચર કર્યુ હતું.