અમરેલી શહેરમાં એક યુવકે દારૂ પીને મહિલાને તમારા છોકરાઓ મારા છોકરા સાથે કેમ ઝઘડે છે કહી ગાળો આપી હતી. તેમજ નેફામાં રહેલી છરી મારીને લોહી કાઢી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે વિમળાબેન વનરાજ ખાવડીયા (ઉ.વ.૩૬)એ રાયધન ઉર્ફે રાજુ ગોરધનભાઈ ખાવડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના ઘરે હાજર હતા ત્યારે આરોપી દારૂ પી’ ને તેમના ઘરે આવ્યો અને તમારા છોકરાઓ મારા છોકરા સાથે કેમ ઝઘડે છે તેમ કહી એક્દમ ઉશ્કેરાઇ જઈ ગાળો દેવા લાગ્યો હતો. તેમજ નેફામાં રહેલી છરી કાઢીને તેમને ડાબા પગના સાથળના ભાગમાં ઇજા કરી લોહી કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.વી. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.