અમરેલીમાં દાનસેતુ ગ્રુપ દ્વારા રાજકમલ ચોક ખાતે સોમવારે છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તડકામાં જનતાને તાજગી આપી શકાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમૃતધારા સોસાયટીના યુવાનોએ સહભાગી બની લોકસેવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સમગ્ર વ્યવસ્થા દાનસેતુ ગ્રુપના સભ્યો દ્વારા તેમના પોતાના ખર્ચે કરાઇ હતી. આ સેવાકાર્યમાં ગ્રુપના પ્રમુખ જુહિલ નિલેશભાઈ અકબરી, ઉપપ્રમુખ સ્મિત કિશનભાઈ રાઠોડ તથા પંથ રીબડીયા, મીરવ માંગરોળીયા, ખુશ માંડવીયા, ક્રિશ ગોસ્વામી અને જય હિરપરા સહિતના યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.










































