અમરેલી દશનામ દર્શિત સમાચાર પત્ર અને શ્રી દશનામ દર્શિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ ૨૨ જૂનના રોજ અમરેલી શહેરના પ્રેમગંગેશ્વર મહાદેવ મંદિર (પ્રતાપપરા) ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો મહંતશ્રી નટવરગીરીબાપુના અધ્યક્ષસ્થાને યોજાશે. આ દિવસે દશનામ સમાજનું યુવા સંમેલન, તેજસ્વી પ્રતિભા, મહંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓનો સન્માન સમારંભ, દસ અગ્રણીઓને “જ્ઞાતિ રત્ન” સન્માન અને આગામી સમયમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે આયોજનો અંગે ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દશનામ સમાજના સંતો, મહંતો, સમાજ આગેવાનો, રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓ અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન દશનામ દર્શિત સમાચાર પત્રના તંત્રી અને ટ્રસ્ટના પ્રમુખ અતુલપુરી ગોસાઈના નેતૃત્વમાં કરવામાં આવશે.આગામી સમયમાં દશનામ સમાજના વિદ્યાર્થીઓ અને આર્થિક રીતે નબળા પરિવારો માટે આરોગ્ય ક્ષેત્રે શું કાર્ય કરી શકાય તે અંગે પણ આ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવશે.