અમરેલી શહેરમાં મોટા રામજી મંદિરના ભગવાન શ્રી ઠાકોરજીના શુભ લગ્ન મહામાયા ભગવતી દેવી શ્રી વૃંદા ‘તુલસી’ વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા. ૧૪-નવે. ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે તુલસી માતાનો મંડપ, રાત્રે ૯ કલાકે દાંડિયારાસ તેમજ આજે તા. ૧પ-નવે. ને સોમવારના રોજ ૭ કલાકે લગ્નવિધિ કરવામાં આવી હતી. શ્રી પટેલ વાડી, હિરામોતી ચોક ખાતે લગ્ન યોજાયા હતા. સાંજે પઃ૩૦ કલાકે મોટા રામજી મંદિર મુકામેથી જાનનું આગમન થયું હતું. જ્યારે રાત્રે ૮ઃ૦૦ કલાકે મનીભાઇ ડી. ચરણદાસ અમૃતનગર-૧, ચક્કરગઢ રોડ, ફાટક પાસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.