અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે આગામી તા.૨૨ મે, ૨૦૨૫ને ગુરુવારના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સવારે ૧૧ વાગ્યે નૂતન હાઈસ્કૂલ, ચિતલ રોડ, અમરેલી ખાતે યોજાશે. રાજ્યના અગ્રગણ્ય એકમ માટે યોજાનાર આ મેળામાં ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા અને ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, આઈ.ટી.આઈ, સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબસીકર તરીકે નોંધણી કરાવવાની રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.