અમરેલી જિલ્લાના રોજગારવાંચ્છુઓ માટે આગામી તા. ૦૮ મે, ૨૦૨૫ને ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન ખાતે ડિજિટલ માધ્યમથી રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા શક્તિ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા મશીન ઓપરેટર (પુરુષ) અને બોનાન્ઝા લક્ઝે સલૂન રાજકોટ દ્વારા બ્યુટિશિયન, હેર ડ્રેસર, કેશિયર, સ્ટોક મેનેજર અને ફ્લોર મેનેજરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબસીકર તરીકે નોંધણી કરાવવાની રહેશે.