અમરેલી ખાતે મહિલા તળપદા કોળી સેવા સમાજ દ્વારા બહેરી મુંગી, દિવ્યાંગ અને માતાપિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓ માટે વિનામૂલ્યે સમૂહલગ્ન સમારંભનું આયોજન આગામી તા. ૮-૧ર-ર૪ના રોજ કરવામાં આવનાર છે. આ સમૂહલગ્નમાં સરકારની સમૂહલગ્ન સાત ફેરા યોજના જેમાં ૧ર૦૦૦ ની સહાય મળે છે તેમાં રજિસ્ટ્રેશન કરાવી આપવામાં આવશે. તેમજ કન્યાને કરિયાવરમાં ૯૦ વસ્તુઓ આપવામાં આવશે. જેના માટે નોંધણી ચાલુ છે. તો માહિતી માટે પ્રમુખ આરતીબેન આર. ગોહિલનો શ્રી રામ એસ્ટેટ, જુના માર્કેટયાર્ડ ફ્રુટ માર્કેટ, દુ.નં. બી/એફ.૧૩ પહેલા માળે, મો. ૯૪૦૯૩ ૧૩૬૪૪નો સંપર્ક કરવો તેમજ પરશોતમભાઈ મકવાણા ૯૪ર૮૭ ૯૮૬૪૭ અને રમેશભાઈ મકવાણાનો મો.૯૧૦૪૪૧૯૬૪૧ પર સંપર્ક કરવો.