અમરેલીના સેવાભાવી અને કર્મઠ તબીબ ડો. બી.ડી. કાકડીયાની ૨૫મી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી શહેરની નામાંકિત સંસ્થાઓ – લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી), સરસ્વતી વિદ્યામંદિર અને કર્મયોગી સેવા ટ્રસ્ટ-ડો. કાકડીયા સ્મૃતિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તેમના સેવાકાર્યોને સતત પ્રવાહિત કરવાનો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત આયોજિત ‘જંકફુડને જાકારો’ વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને લાયન્સ ક્લબ ઓફ અમરેલી(સિટી) તરફથી મોમેન્ટો અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ ક્રમે ધ્રેવાંશીબા રાજેન્દ્રસિંહ ઝાલા, દ્વિતીય ક્રમે હેત નિરજકુમાર સાદરણી અને તૃતીય ક્રમે દિયા જયેશભાઈ કારીયા વિજેતા બન્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા, મહુવાના સેવાભાવી ડો. મોટકા, કનુભાઈ કલસરીયા, કાંતાબેન કથીરીયા, સુરેન્દ્રનગર-મોરબીના ડો. બાવરવા, જયંતિભાઈ પટોળીયા, વિમળાબેન કાકડીયા, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી)ના પ્રમુખ ઋજુલભાઈ ગોંડલિયા, સહિતના હાજર રહ્યાં હતા.








































