અમરેલી શહેરમાં પોલીસમાં ચુસ્ત પેટ્રોલિંગના દાવા વચ્ચે ચોરીની ઘટનાઓ બને છે. શહેરના ગજેરાપરામાં પટેલ વાડી પાસે રહેતા વિનુભાઈ ડાયાભાઈ ગોહીલ (ઉ.વ.૬૪)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મકાનની ડેલી ટપી અંદર પ્રવેશેલો શખ્સ ઘરના તાળા તોડી કબાટમાંથી રોકડા ૫૯,૦૦૦ તથા સોનાની વીંટી નંગ ૧ મળી કુલ ૬૩,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી.ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.