અમરેલીમાં સોમનાથ મંદિર પાસે ડાયવર્જન પર ટ્રેક્ટર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જાકે, ડ્રાઇવરનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે ડાયવર્જન પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. લગભગ અડધી કલાક જેટલા સમય સુધી રસ્તો બંધ રહેતા વાહનોની કતારો લાગી હતી.
સોમનાથ મંદિર પાસે છેલ્લા ઘણા મહિનાઓથી પુલનું કામ ચાલુ છે અને વાહનોને પસાર થવા માટે ડાઇવર્જન કાઢવામાં આવ્યું છે. દરમિયાનમાં આજે ખેડૂતનો પાલો ભરેલ ટ્રેક્ટર ડાઇવર્જન પરથી પસાર થતું હતું ત્યારે પલટી મારી ગયું હતું. સદ્‌નસીબે દુર્ઘટના ટળી હતી. અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે. ત્યારે આ પુલનું કામ ઝડપથી પૂર્ણ કરી વહેલી તકે પુલ શરૂ કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.