અમરેલીમાં રહેતા સામાજીક કાર્યકર નરેશભાઈ ભીખાભાઈ વાળા (ઉ.વ.૩૪)એ મહેસાણામાં રહેતા પ્રયંકભાઇ ગઢવી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફોન કરી તેમના મિત્ર સાહેદ વસંતભાઇ ચાવડાને વીડિયો બાબતે અમરેલી મળવા આવે છે તેમ કહી ત્યાં રાહ જોવા કહ્યું હતું. જેથી તેઓ અને તેમના મિત્ર બન્ને ઠેબી ડેમના પાળે આરોપીની રાહ જોઇને બેઠા હતા પણ આરોપી ત્યાં આવ્યો નહોતો અને ફોન કરતા ઉપાડેલ નહોતો. થોડીવાર પછી સામેથી ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.