અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જ્યારે દિવસે ઉનાળા જેવો તાપ અને ગરમી લોકોને સહન કરવી પડે છે. ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં ઘણા ગામોમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શિયાળુ પાકમાં નુકસાન થયું હતું. આ રીતે છેલ્લા એકાદ અઠવાડિયાથી જિલ્લામાં ત્રણ ઋતુનો અનુભવ થતો જાવા મળ્યો છે. મિશ્ર ઋતુના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા જાવા મળી રહ્યા છે.