અમરેલી ખાતે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસૂલવાના બદલે તેમને ફૂલ આપીને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી. પોલીસકર્મીઓએ સૌજન્યપૂર્વક વાહનચાલકોને હેલ્મેટ, સીટબેલ્ટ, ગતિ મર્યાદા સહિતના નિયમો અંગે સમજાવ્યું. આ અભિયાનથી વાહનચાલકોમાં જાગૃતિ ફેલાઈ હતી અને દંડની જગ્યાએ ફૂલ મળતાં લોકોએ પ્રશંસા કરી હતી. આ કામગીરીમાં પીઆઇ ઓ.કે. જાડેજા અને હેડ કોન્સ્ટેબલ અજીતદાન આઈ. ગઢવી, ચિરાગભાઈ ડી. જેસાણી, સમીરભાઈ આર. કુરેશી જાડાયા હતા.