અમરેલી જિલ્લામાં જુગારની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેવુ લાગી રહ્યુ છે.
અમરેલીમાં ટાવર રોડ મોદી શેરીમાંથી પોલીસે ૫ાંચ જુગારીને ઝડપ્યા હતા. તેમની પાસેથી ૧૦,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સલીમભાઇ જીકરભાઇ મોગલ, જીજ્ઞેશભાઇ રમેશભાઇ ચાવડા, અનીલભાઇ જસકુભાઇ ડેર, રેહાનભાઇ મહમદભાઇ અગવાન તથા મીતભાઇ જયેશભાઇ પંડ્‌યા જાહેરમાં ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હાર જીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૧૦,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.