અમરેલીમાં રહેતી એક પરિણીતાએ માનસિક બીમારીની કારણે ઝેરી દવા પીતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે દિપેનભાઈ બાલુભાઈ સંઘાણી (ઉ.વ.૪૩)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની જાગૃતિબેન દિપેનભાઈ સંઘાણી (ઉ.વ.૪૩)ને માનસિક બીમારી હતી. જેના કારણે ઘઉંમાં નાખવાના ટીકડા પી લીધા હતા અને સારવાર અર્થે ખસેડ્યા હતા.સારવારમાં તેમનું મોત થયું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.વી. આસોદરીયા વધુ તપાસ કરી રહ્યા છે.








































