અમરેલીમાં રહેતા એક પુરુષે ઝેરી દવા પીતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મરણ થયું હતું. બનાવ અંગે મુકેશભાઈ લાલજીભાઈ ગોહિલ (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, લાલજીભાઈ સવજીભાઈ ગોહિલ (ઉ.વ.૫૯)ને છેલ્લા એક વર્ષથી માનસિક બીમારી હતી. જેના કારણે જંતુનાશક ઝેરી દવા પી જતાં સારવારમાં ખસેડાયા હતા. આ દરમિયાન તેમનું મોત થયું હતું.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. સૈયદ વધુ તપાસ
કરી રહ્યા છે.નાગધ્રા ગામે રહેતી એક પરિણીતાએ ભુલથી ફિનાઈલ પી લેતાં સારવારમાં ખસેડવામાં આવી હતી.