અમરેલીમાં ઝેરી ટીકડા ખાઈ લેવાથી યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે મનોજભાઈ ગુણવંતરાય પંડ્‌યા (ઉ.વ.૫૩)એ પોલીસને કરેલી જાણ મુજબ, અભિષેકભાઈ મનોજભાઈ પંડ્‌યા (ઉ.વ. ૨૬) કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ગળી જતાં, સારવાર દરમિયાન તેમનું મરણ થયું હતું.અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.આર. વાળા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.