અમરેલી શહેરમાં આવેલી જિલ્લા માહિતી કચેરીમાં ત્રાટકેલા અજાણ્યા ચોર ઈસમો લોખંડની તિજોરી તોડી તેમાં રાખેલો કિંમતી કેમેરો ચોરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે નાયબ માહિતી નિયામક દિવ્યાબેન જયંતીભાઈ છાટબાર (ઉ.વ.૩૭)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, રાજમહેલ કમ્પાઉન્ડ જુના માર્કેટિંગ યાર્ડ સામે આવેલી જિલ્લા માહિતી કચેરીનું પાછળનું બારણુ તોડી અજાણ્યા ઇસમો પ્રવેશી લોખંડની તિજોરી ખોલી તેમાં રહેલ નિકોન કંપનીનો રૂ.૫૬,૪૦૦ની કિંમતનો કેમેરો ચોરીને ફરાર થઈ ગયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.