અમરેલીમાં જિલ્લા ભાજપ દ્વારા ડા. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ૧૫ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી જિલ્લા સ્તરીય બૌદ્ધિક સંમેલન યોજાવામાં આવેલ છે. જેમાં પ્રદેશ ભાજપ તરફથી વિવિધ વક્તાઓ દ્વારા ડા. બાબાસાહેબ આંબેડકરજીના જીવન અને બંધારણ પ્રત્યે આદર્શ દર્શાવ્યા છે તેની ચર્ચા કરી હતી. આ તકે પ્રદેશ ભાજપ તરફથી વક્તા તરીકે બ્રિજરાજસિહ ઝાલા તેમજ અનિરુદ્ધભાઈ પઢીયારે ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરીયા, કાર્યક્રમના ઇન્ચાર્જ મનોજભાઈ મહીડા, સહ ઇન્ચાર્જ સાગરભાઈ સરવૈયા, સંદીપભાઈ સોલંકી, અનુ.જાતિ મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલા તથા જિલ્લાના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










































